Wednesday, August 21, 2013

 

અકુલ

અહર્નિશ વખાણતો રીટુબેન

મારો સૌથી મોટો ફેન

ન મળીએ તો થઈએ બેચેન

જેને ખાધા પછી ચઢે બહુ ઘેન

સોનલ-કેયાનો હીરો

ખાવાનો શોખીન લાડુ-સુખડી-મગસ ને શીરો

મા-બાપનો બોલ ઊઠાવવામાં ન થાય કદી એ ઝીરો

એવો મારો મિત્ર-બંધુ-સાથી-સખો અકુલ વીરો

હેલ્થનું ના રાખતો કૉશન

જરૂર છે થોડું પ્રિકોશન

પ્લીઝ ફોલો કર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન

અને દૂર કર અમારું ટેંશન

દાઢીમાં જે કરતો ફેશન

મ્યુઝિક તેનું પેશન

મ્યુઝિક ગૅલેરીમાંથી શીખ્યો એ લેસન

લેતો સંગીતના સેશન

શીખવતો જાત-જાતના પરકશન

અને રિધમમાં લાવતો વેરિએશન

સદા શો માં દેખાડતો ઈનોવેશન

પામતો બધાનું એટેન્ટશન

કરતો દુનિયાભરના રિધમ ઈંસ્ટ્રુમેંટસનું કલેક્શન

મિત્રો માટે શૉઝના પાસીસનું કરતો પ્રોવિઝન

ઝી, સોની, કલર્સ, ડી ડી કે જીટીપીએલ પર ચમકીને નામ કર્યું એણે રોશન

ને જમાવી દીધી પોતાની ઈમ્પ્રેશન
 

રિધમ-પલ્ઝ, આર ડી બર્મન ફેન ક્લબ કે ગર્લ્સબેંડ

બદલ્યો એણે ટ્રૅન્ડ

ઊભા કર્યા નિત નવા ફ્રૅન્ડ

નવા એંસ્ટ્રુમેંટ્સની શરૂ કરી બ્રાંડ

 

સોનલ માટે તો અકુલ ડેશિંગ

જેણે પહેરાવી તેને લગ્નની રીંગ

ગ્લાસ પેઈંટિંગ્સ, કૅલિગ્રાફી,

કાર્ડસ ને ગિફ્ટ બૉક્સ મેકિંગ

કરી દીધું અકુલ પાછળ આ બધાનું પેકિંગ

ને સંભાળી લીધી ગર્લ્સબેંડની વિંગ

સાથે કરી શકે યોગા ટીચીંગ

કેયાનું કરતી બેબી સીટીંગ

સ્કુલમાં અટેન્ટડ કરતી પેરેન્ટસ મિટિંગ

તેની દાળમાંથી કેયા રોજ વીણતી શીંગ
અને અકુલ પપ્પાને કહેતી રિધમકિંગ

અકુલ,

                         તું હંમેશનો મારો મિત્ર મારો સાથી                       

ઉત્સાહ મારો બેવડાતો આથી

શીખતો જ રહે જે આર ડી માંથી

અને ફૂલાવજે સૌની ગજ ગજ છાતી..






 

Wednesday, June 19, 2013


પપભાઈ (જૈમિનીભાઈ) 4-8-12
બહારથી પથ્થર, અંદર દિલ નરમ
દેખાવે ઠંડા, પણ મગજ ગરમા ગરમ
પુત્રનો ભલે અપાર વિરહ, પણ પુત્રી કરતી તે સરભર
દોડાદોડી કરતી રહેતી આ માટે તે દિનભર
કસાયેલું શરીર જાણે એ બૉક્સર, સાથે પ્લગ-પાનાથી પંકચર ફિક્સર
કમેન્ટસમાં સિક્સર પર સિક્સર, વડીલો પ્રત્યે મૂક પ્રેમ જાણે મિક્સર
સાઈડકાર પર શાનથી સવારી
અને ગૉગલ્સમાં તો લાગે જાણે ફૂટી જવાની
પપ્પાને કહેતા રહેતા મામુ
આબુ તો જાણે ઘરનું ધાબું,
ત્યાં જવા થાય જીવ હંમેશા બેકાબૂ
ભલે તૈયાર ના હોય આપણા ભાભુ
બાળકો બીવે, અને મોટેરા લૂંટે મઝા
ભલે ગેરેજમાં ન હો માણસો ઝાઝા
ન ઝૂક્યા, ન તૂટ્યા ચાહે રહ્યું, સંઘર્ષમય જીવન
પોતાની વાતો કરવામાં સદાય સેવ્યું મૌન.
બોલવામાં નબળા પણ કામમાં શૂરા, એવા મારા જૈમિનવીરા
ભલે હો કૃષ્ણ, મળી તમને રાધા, સૌથી સાદા અને તેથી જ વહાલા-દુલારા
એક જ જીવન-મંત્ર- કરવું કામ સ્વતંત્ર
પણ પરોપકારે દોડવું, યત્ર-તત્ર-સર્વત્ર
કહેવું મારે એટલું જ આજે,
અમો સૌ સદા તમ સૌ સાથે
ભક્તિપૂર્વક પ્રાર્થુ, વર્ષા હો સુખ-સંતોષ-ઉમંગ,
                         ઊજ્જવલ ભાવિ હો તમ, કંજની-અથર્વ, મિહિર-શૈલેજા સંગ !!! 

Thursday, June 6, 2013

For Lavanya on her wedding (presented in the mehendi function 31/5/2013)


મને પૂછતીતી કેયા, શું વિચારે છે તું ફિયા??
હું સરી પડી ખયાલોમાં, મનમાં છવાયેલી લાવણ્યા.
દિપ્તીબેન અતુલભાઈ કેવી ચિંતામાં રહ્યા, કહેતા ભગવાન તને નથી આવતી દયા??
વ્રત-તપ અનેક કર્યા, અરે છેવટે તો પ્રભુ પણ પીગળ્યા
જે ગ્રહો આજ સુધી નડ્યા તે જ હવે તો પાછા પડ્યા
પણ તેમને ક્યાં ખબર હતી……
કે કેટલાયે તેમની દીકરીને મેળવવા માર્યા હવાતિયા,
અને જાણીને તે બધાના તો દલડા પણ ભાંગી પડ્યા
કે અરે લાવણ્યાના લગ્ન આવી પણ ગયા???
લાવણ્યા.......
જેની કામણગારી કાયા, આંખોમાં અત્યારે છવાયેલી છે હયા,
સેપ્ટ, ડાંસ, સેલડ ડ્રેસિંગ કે ફ્લાવર અરેંજમેંટ, ભલભલાને હંફાવ્યા,
ગોરમાં પાંચે આંગળીએ પૂજ્યા, કોણ કહે છે કે શ્રદ્ધા-ઉપવાસ તેના ના ફળ્યા?
અરે તેથી જ તો અમનકુમાર જેને વર્યા. તેવી અમારી સુશીલ, ગુણિયલ લાવણ્યા.
મળ્યા બેયના હૈયા, અને જાણે ફૂલડા ખીલ્યા...
હેતાળ સાસરિયા મળ્યા, અને પ્રીતના નીર વહ્યા
વિદાયની યાદે આંખોમાંથી આંસુ સર્યા, પણ હવે તો લાગી છે સાસરીની માયા.
આ જોઈ સગા-સંબંધી-સ્નેહીજનોના મનડા આજ ઠર્યા...
દીકરી-બેના-વહાલી લાવણ્યા, અમન સંગ આશિષ અર્પે સહુ તુજને સ્નેહથી ભર્યાર્યા.....