નાના જ્યારે હતા, ભલે કદાચ દાદાના દુલારા,
પણ બા ના તો એ કાયમના આંખોના તારા.
મા-ભઈ-ભાંડુ સાથે પ્રેમથી ઝગડનારા
પણ કદીય તિથિ પર પ્રાર્થના-ભજન નહીં
વિસરનારા
ફોન પર ચોંટી રહી, ને અગણિત સબંધો સાચવતા
તેમાં યામિનીને પણ સાથે સાથે ઢાળતા
રાહિલ-નિનાદના ક્યારેક મિત્ર તો ક્યારેક
પપ્પા
અને પલ્લવી-બ્રિન્દાના તો હંમેશના વહાલા.
વડીલોના એવા મીઠા ચમચા, કે તેમની સાથે વડપણ બતાવતા
પણ બાળકો સાથે તો યુવા થઈ હરદમ ખીલી ઊઠતા
બાળપણની તમામ યાદો સંઘરનારા, નિત નવા કિસ્સા કહેતા
રહેતા
અરે, ન કહેવાનું પણ કદીક કહી નાંખતા, પણ મદદ નાના-મોટા સૌને
કરતા.
સમાચાર-ખબર સૌના રાખતા
સાથે સાથે તમામ સંબંધોની કાળજી રાખતા.
હસતા રહેતા, ક્યારેક ખોટું લગાડતા
વખત આવ્યે સંભળાવી પણ દેતા પણ સૌને માટે એ દોડતા
નિત નવું કરવાની ધગશ રાખનારા
અને હવે તો સેલફોન, ઈ-મેઈલ, કમ્પ્યૂટરની
વાતો કરનારા
જિન્સનું પેન્ટ, ખાદીના ઝભ્ભા,
ચમકતી ટાલ અને પહેરે એ ચશ્માં
પણ વાર-તહેવારે સ્ટાઈલીશ શર્ટમાં જોવા
મળતા
હાજારામ કે કુમારની માળા જપતા રહેતા
વખત આવ્યે સૌ કોઈને દિલથી પોતીકા ગણતા
અધરાત મધરાતે કામમાં પહેલા
સઘળા કુટંબને એકતારે બાંધી રાખનારા
ગુંદી, રાયણ, ફાલસા, જાંબુના
વરસાદ વરસાવતા રહેતા
આમળા, ગોટલી, આંબોળિયાની
સૂકવણી કરતા રહેતા
ઘાસીરામ સાથે નવા નવા મેનુની માથાકૂટ
કરતા.
સગડીના શક્કરિયાં તો વળી, પોંક, ઓળો, શિંગોડા, બીજાને
ધરતા રહેતા.
સુશોભન, નાટ્ય-કઠપૂતળી, ચિત્ર-માટી-કાગળકામ
ગીત સંગીત કે પછી ભજન-પ્રાર્થના
સર્વ કળામાં એક્કો, ગલ્લો, રાણી ને રાજા...
વૃક્ષ-પાન ઝાડ છોડનું જતન કરતા,
પણ મીનુને તો એ વઢતા રહેતા.
કચ્છ ભણી એ દોટ મૂકતા, પ્રવાસ
પિકનીક ખૂબ યોજતા
ડ્રોઈંગ ક્લાસને બુટિકમાં રચ્યા પચ્યા એ
રહેતા
પ્રદર્શનોમાં ખૂબ ફરતા, ભાવ-તાલ
કૈંક કરતા
અને અંતે તો એક-મેકથી ચઢિયાતી વસ્તુઓ લઈ
આવતા.
આટલા ગેટ ટુ ગેધર એમના વગર ના થતા
થતા તો રહેતા સૂનાસૂના
અંતાક્ષરી, ખો-ખો, કબડ્ડી
કે પછી પત્તા
પણ નહીં કદી એ નમતું જોખનારા
અને હવે તો કપલ ડાન્સમાં પણ ઝુકાવનારા
દિલદાર, દરેકના દોસ્ત, દિલબર
યામિનીના,
સાદગીથી ભરપૂર, દંભથી દૂર, એવા અમારા લાડલા દર્શનભૈયા
પ્રિય બની બધી બહેનોને એ કન્ફ્યુસ કરતા
રહેતા
થોડા ખટ્ટા થોડા મીઠા પ્યારા
ભૈયા મેરા
પ્રાર્થીએ તમ રહો સુખી સદા સર્વદા
ઈચ્છીએ અમ રહીએ સાથ સાથ સદા.
મેઘ ધનુષ્યના રંગો જેવા, તમારા
વિના મેળાવડા સૂના
કદી કોઈ અપેક્ષા વિના, કરતા
રહેતા તન-મનથી સેવા
અમો ગર્વથી કહેતા રહેતા, તમ છો અમ કુટુંબના હીરા.