Showing posts with label Poems for my brothers-sisters- cousins. Show all posts
Showing posts with label Poems for my brothers-sisters- cousins. Show all posts

Thursday, August 20, 2015

Poems for my brothers-sisters- cousins

રાહિલને કેનેડા જતી વેળા શુભેચ્છાઓ સહિત .......... 
(15 ઑગસ્ટ 2015)

રામલક્ષ્મીબાનો અંશ,
નરહરિ-પુષ્પાનો શ્વાસ,
દર્શન-યામિનીનો વિશ્વાસ,
અને નિનાદનો ખાસ???? :) 

આજે સૌની એની પર આસ,
કોઈપણ પ્રસંગે એ કદી ન કરતો નિરાશ,
લાવે નિત નવા ઉલ્લાસ, 

મારા મનમાં થતો સવાલ, 
કુદરત, આ તે કેવી કમાલ?
ગુજરાતી માધ્યમે ભણનાર,
નહીં કોઈ નખરા કરનાર, 
લાગે જાણે સુપરસ્ટાર,
સર્વ કળામાં નિષ્ણાત,....
શાળામંત્રી, રંગોળી કે દાંડિયા-રાસ, 
કોર્યોગ્રાફી, વસ્ત્રપરિધાન, સાજ-સજ્જા કે સંગીતના તાલ,

નાનપણથી જ આનંદે રહેલ રાહિલ,
કુટુંબ, પડોસ, મિત્ર વત્સલ રાહિલ,
દર્શન-યામિનીનો વિશ્વાસ,
આજે સૌની એની પર આસ,
જાની-રાવલ કુટુંબને નાઝ.

આજે જ્યારે જાય વિદેશ,
કરજે નામ સદા સર્વશ્રેષ્ઠ,
એવા આશિષ વર્ષાવું હરહંમેશ! 

Wednesday, August 21, 2013

 

અકુલ

અહર્નિશ વખાણતો રીટુબેન

મારો સૌથી મોટો ફેન

ન મળીએ તો થઈએ બેચેન

જેને ખાધા પછી ચઢે બહુ ઘેન

સોનલ-કેયાનો હીરો

ખાવાનો શોખીન લાડુ-સુખડી-મગસ ને શીરો

મા-બાપનો બોલ ઊઠાવવામાં ન થાય કદી એ ઝીરો

એવો મારો મિત્ર-બંધુ-સાથી-સખો અકુલ વીરો

હેલ્થનું ના રાખતો કૉશન

જરૂર છે થોડું પ્રિકોશન

પ્લીઝ ફોલો કર ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન

અને દૂર કર અમારું ટેંશન

દાઢીમાં જે કરતો ફેશન

મ્યુઝિક તેનું પેશન

મ્યુઝિક ગૅલેરીમાંથી શીખ્યો એ લેસન

લેતો સંગીતના સેશન

શીખવતો જાત-જાતના પરકશન

અને રિધમમાં લાવતો વેરિએશન

સદા શો માં દેખાડતો ઈનોવેશન

પામતો બધાનું એટેન્ટશન

કરતો દુનિયાભરના રિધમ ઈંસ્ટ્રુમેંટસનું કલેક્શન

મિત્રો માટે શૉઝના પાસીસનું કરતો પ્રોવિઝન

ઝી, સોની, કલર્સ, ડી ડી કે જીટીપીએલ પર ચમકીને નામ કર્યું એણે રોશન

ને જમાવી દીધી પોતાની ઈમ્પ્રેશન
 

રિધમ-પલ્ઝ, આર ડી બર્મન ફેન ક્લબ કે ગર્લ્સબેંડ

બદલ્યો એણે ટ્રૅન્ડ

ઊભા કર્યા નિત નવા ફ્રૅન્ડ

નવા એંસ્ટ્રુમેંટ્સની શરૂ કરી બ્રાંડ

 

સોનલ માટે તો અકુલ ડેશિંગ

જેણે પહેરાવી તેને લગ્નની રીંગ

ગ્લાસ પેઈંટિંગ્સ, કૅલિગ્રાફી,

કાર્ડસ ને ગિફ્ટ બૉક્સ મેકિંગ

કરી દીધું અકુલ પાછળ આ બધાનું પેકિંગ

ને સંભાળી લીધી ગર્લ્સબેંડની વિંગ

સાથે કરી શકે યોગા ટીચીંગ

કેયાનું કરતી બેબી સીટીંગ

સ્કુલમાં અટેન્ટડ કરતી પેરેન્ટસ મિટિંગ

તેની દાળમાંથી કેયા રોજ વીણતી શીંગ
અને અકુલ પપ્પાને કહેતી રિધમકિંગ

અકુલ,

                         તું હંમેશનો મારો મિત્ર મારો સાથી                       

ઉત્સાહ મારો બેવડાતો આથી

શીખતો જ રહે જે આર ડી માંથી

અને ફૂલાવજે સૌની ગજ ગજ છાતી..






 

Wednesday, June 19, 2013


પપભાઈ (જૈમિનીભાઈ) 4-8-12
બહારથી પથ્થર, અંદર દિલ નરમ
દેખાવે ઠંડા, પણ મગજ ગરમા ગરમ
પુત્રનો ભલે અપાર વિરહ, પણ પુત્રી કરતી તે સરભર
દોડાદોડી કરતી રહેતી આ માટે તે દિનભર
કસાયેલું શરીર જાણે એ બૉક્સર, સાથે પ્લગ-પાનાથી પંકચર ફિક્સર
કમેન્ટસમાં સિક્સર પર સિક્સર, વડીલો પ્રત્યે મૂક પ્રેમ જાણે મિક્સર
સાઈડકાર પર શાનથી સવારી
અને ગૉગલ્સમાં તો લાગે જાણે ફૂટી જવાની
પપ્પાને કહેતા રહેતા મામુ
આબુ તો જાણે ઘરનું ધાબું,
ત્યાં જવા થાય જીવ હંમેશા બેકાબૂ
ભલે તૈયાર ના હોય આપણા ભાભુ
બાળકો બીવે, અને મોટેરા લૂંટે મઝા
ભલે ગેરેજમાં ન હો માણસો ઝાઝા
ન ઝૂક્યા, ન તૂટ્યા ચાહે રહ્યું, સંઘર્ષમય જીવન
પોતાની વાતો કરવામાં સદાય સેવ્યું મૌન.
બોલવામાં નબળા પણ કામમાં શૂરા, એવા મારા જૈમિનવીરા
ભલે હો કૃષ્ણ, મળી તમને રાધા, સૌથી સાદા અને તેથી જ વહાલા-દુલારા
એક જ જીવન-મંત્ર- કરવું કામ સ્વતંત્ર
પણ પરોપકારે દોડવું, યત્ર-તત્ર-સર્વત્ર
કહેવું મારે એટલું જ આજે,
અમો સૌ સદા તમ સૌ સાથે
ભક્તિપૂર્વક પ્રાર્થુ, વર્ષા હો સુખ-સંતોષ-ઉમંગ,
                         ઊજ્જવલ ભાવિ હો તમ, કંજની-અથર્વ, મિહિર-શૈલેજા સંગ !!! 

Thursday, June 6, 2013

For Lavanya on her wedding (presented in the mehendi function 31/5/2013)


મને પૂછતીતી કેયા, શું વિચારે છે તું ફિયા??
હું સરી પડી ખયાલોમાં, મનમાં છવાયેલી લાવણ્યા.
દિપ્તીબેન અતુલભાઈ કેવી ચિંતામાં રહ્યા, કહેતા ભગવાન તને નથી આવતી દયા??
વ્રત-તપ અનેક કર્યા, અરે છેવટે તો પ્રભુ પણ પીગળ્યા
જે ગ્રહો આજ સુધી નડ્યા તે જ હવે તો પાછા પડ્યા
પણ તેમને ક્યાં ખબર હતી……
કે કેટલાયે તેમની દીકરીને મેળવવા માર્યા હવાતિયા,
અને જાણીને તે બધાના તો દલડા પણ ભાંગી પડ્યા
કે અરે લાવણ્યાના લગ્ન આવી પણ ગયા???
લાવણ્યા.......
જેની કામણગારી કાયા, આંખોમાં અત્યારે છવાયેલી છે હયા,
સેપ્ટ, ડાંસ, સેલડ ડ્રેસિંગ કે ફ્લાવર અરેંજમેંટ, ભલભલાને હંફાવ્યા,
ગોરમાં પાંચે આંગળીએ પૂજ્યા, કોણ કહે છે કે શ્રદ્ધા-ઉપવાસ તેના ના ફળ્યા?
અરે તેથી જ તો અમનકુમાર જેને વર્યા. તેવી અમારી સુશીલ, ગુણિયલ લાવણ્યા.
મળ્યા બેયના હૈયા, અને જાણે ફૂલડા ખીલ્યા...
હેતાળ સાસરિયા મળ્યા, અને પ્રીતના નીર વહ્યા
વિદાયની યાદે આંખોમાંથી આંસુ સર્યા, પણ હવે તો લાગી છે સાસરીની માયા.
આ જોઈ સગા-સંબંધી-સ્નેહીજનોના મનડા આજ ઠર્યા...
દીકરી-બેના-વહાલી લાવણ્યા, અમન સંગ આશિષ અર્પે સહુ તુજને સ્નેહથી ભર્યાર્યા.....

Wednesday, September 12, 2012

સદા દોડતા દર્શનભાઈ‌ : મારી દ્રષ્ટિએ (Darshanbhai) August 2, 2012


નાના જ્યારે હતા, ભલે કદાચ દાદાના દુલારા,
પણ બા ના તો એ કાયમના આંખોના તારા.
મા-ભઈ-ભાંડુ સાથે પ્રેમથી ઝગડનારા
પણ કદીય તિથિ પર પ્રાર્થના-ભજન નહીં વિસરનારા
ફોન પર ચોંટી રહી, ને અગણિત સબંધો સાચવતા
તેમાં યામિનીને પણ સાથે સાથે ઢાળતા
રાહિલ-નિનાદના ક્યારેક મિત્ર તો ક્યારેક પપ્પા
અને પલ્લવી-બ્રિન્દાના તો હંમેશના વહાલા.
વડીલોના એવા મીઠા ચમચા, કે તેમની સાથે વડપણ બતાવતા
પણ બાળકો સાથે તો યુવા થઈ હરદમ ખીલી ઊઠતા
બાળપણની તમામ યાદો સંઘરનારાનિત નવા કિસ્સા કહેતા રહેતા
અરે, ન કહેવાનું પણ કદીક કહી નાંખતા, પણ મદદ નાના-મોટા સૌને કરતા.
સમાચાર-ખબર સૌના રાખતા
સાથે સાથે તમામ સંબંધોની કાળજી રાખતા.
હસતા રહેતા, ક્યારેક ખોટું લગાડતા
વખત આવ્યે સંભળાવી પણ દેતા પણ સૌને માટે એ દોડતા  
નિત નવું કરવાની ધગશ રાખનારા
અને હવે તો સેલફોન, ઈ-મેઈલ, કમ્પ્યૂટરની વાતો કરનારા
જિન્સનું પેન્ટ, ખાદીના ઝભ્ભા,
ચમકતી ટાલ અને પહેરે એ ચશ્માં
પણ વાર-તહેવારે સ્ટાઈલીશ શર્ટમાં જોવા મળતા
હાજારામ કે કુમારની માળા જપતા રહેતા
વખત આવ્યે સૌ કોઈને દિલથી પોતીકા ગણતા
અધરાત મધરાતે કામમાં પહેલા
સઘળા કુટંબને એકતારે બાંધી રાખનારા
ગુંદી, રાયણ, ફાલસા, જાંબુના વરસાદ વરસાવતા રહેતા
આમળા, ગોટલી, આંબોળિયાની સૂકવણી કરતા રહેતા
ઘાસીરામ સાથે નવા નવા મેનુની માથાકૂટ કરતા.
સગડીના શક્કરિયાં તો વળી, પોંક, ઓળો, શિંગોડા, બીજાને ધરતા રહેતા.
સુશોભન, નાટ્ય-કઠપૂતળી, ચિત્ર-માટી-કાગળકામ
ગીત સંગીત કે પછી ભજન-પ્રાર્થના
સર્વ કળામાં એક્કો, ગલ્લો, રાણી ને રાજા...
વૃક્ષ-પાન ઝાડ છોડનું જતન કરતા,
પણ મીનુને તો એ વઢતા રહેતા.
કચ્છ ભણી એ દોટ મૂકતા, પ્રવાસ પિકનીક ખૂબ યોજતા
ડ્રોઈંગ ક્લાસને બુટિકમાં રચ્યા પચ્યા એ રહેતા
પ્રદર્શનોમાં ખૂબ ફરતા, ભાવ-તાલ કૈંક કરતા
અને અંતે તો એક-મેકથી ચઢિયાતી વસ્તુઓ લઈ આવતા.
આટલા ગેટ ટુ ગેધર એમના વગર ના થતા
થતા તો રહેતા સૂનાસૂના
અંતાક્ષરી, ખો-ખો, કબડ્ડી કે પછી પત્તા
પણ નહીં કદી એ નમતું જોખનારા
અને હવે તો કપલ ડાન્સમાં પણ ઝુકાવનારા  
દિલદાર, દરેકના દોસ્ત, દિલબર યામિનીના,
સાદગીથી ભરપૂર, દંભથી દૂર, એવા અમારા લાડલા દર્શનભૈયા
પ્રિય બની બધી બહેનોને એ કન્ફ્યુસ કરતા રહેતા
થોડા ખટ્ટા થોડા મીઠા પ્યારા ભૈયા મેરા
પ્રાર્થીએ તમ રહો સુખી સદા સર્વદા
ઈચ્છીએ અમ રહીએ સાથ સાથ સદા.
મેઘ ધનુષ્યના રંગો જેવા, તમારા વિના મેળાવડા સૂના
કદી કોઈ અપેક્ષા વિના, કરતા રહેતા તન-મનથી સેવા
અમો ગર્વથી કહેતા રહેતા, તમ છો અમ કુટુંબના હીરા.