Thursday, July 22, 2010

આંબાવાડિયું

કૂહુ..કૂહુ......(4)
વગડે કોયલ બોલતી.......(2)
હે હે વગડે કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ! વગડે કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ!
અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ!

કૂહુ..કૂહુ......(4)
- વગડે....તાજી યાદ.. કૂહુ..કૂહુ......(4)

પાંદડું યે નહિ પેખીયે, એવો ઝૂલતો એનો મો’ર; (2)
કોઈને મોટા મરવા, અને કોઈને છે અંકોર, (2)
ડોલતી ડાળે.................(2). હે હે ડોલતી ડાળે બેસી આપણે, ગજવી ઘેરો નાદ; (2)
અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! (2)
કૂહુ..કૂહુ......(4)
- વગડે....તાજી યાદ.. કૂહુ..કૂહુ......(4)

ઘરનું નાનું આંગણું ગમે, મોકળું મોટું વન; (2) કોઈનો યે રંજાડ નહિ ને ખેલવા મળે દન; (2) હાલિયે ભેરુ..................(2).
હે હે હાલિયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ; (2) અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! (2)
કૂહુ..કૂહુ......(4)

હે હે વગડે કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ! (2) અરે હાલને રે ભાઈ હાલને, આવે પો’રની ઘણી યાદ! (2)
કૂહુ..કૂહુ......(8)

રાજેન્દ્ર શાહ

No comments:

Post a Comment