Monday, July 5, 2010

લીલમલીલા...

લીલમલીલા લીલમલીલા તરૂવર લહેરાય (2) લીલુડી ચુંદડીએ વર્ષા સોહાય (2)

ટપટપટપ ટપકંતા વર્ષાના બિંદુડાં..........આ (2)
ધરતીના નેહે નહાતી વર્ષા.....(2) બોલે બપૈયો, ગામનો ગવૈયો (2)
ઉછળે ઉમંગ, ગાએ ખેડૂ ને બાળ (2)
--લીલમલીલા.......સોહાય(2)


તાલનૃત્યે વર્ષા...ઘડૂલો છલકાવતી..........ઈ (2)
નદીને નાળા તો સરસર વહે.....(2)
દાદુર ડકારે, ચમકે વીજલડી.....(2)
નાચી-કૂદીને સૌના હૈયા હરખાય (2)
 લીલમલીલા.......સોહાય(2)

No comments:

Post a Comment