Thursday, July 8, 2010

વર્ષાગીત

આવેરે આવેરે પેલા પવનની પાંખે ચઢી,વીજના ચમકારા કરી,
આવેરે મેહુલીયો આવે, આવે આવેરે મેહુલીયો આવે(2)

ડુંગરાની ધારે મીઠાં ટહુકે રે મોર, ઊંચી ઊંચી ધારાઓમાં એના કલશોર

આવેરે આવેરે........ મેહુલીયો આવે

નદી નાળાંને ઝરણાં સાગર છલકાય, વરસી વરસીને માનવ હૈયા મલકાય

આવેરે આવેરે........ મેહુલીયો આવે

આવરે વરસાદ ઘેબરીયો પરસાદ
ઊની ઊની રોટલીને કારેલાંનું શાક

આવેરે આવેરે........ મેહુલીયો આવે

No comments:

Post a Comment