Friday, July 30, 2010

અલી સૈયરૂ મેળે રે ગઈ......


અલી સૈયરૂ........... મેળે રે ગઈ, અલી સૈયરૂ........ મેળે રે ગઈ. મેળે જઈએ ને રૂડી મોજયું રે લઈએ, મેળે જઈએ ને રૂડી મોજયું રે લઈએ
આ.........આ.......આ...........આ............. મેળે રે ગઈ (2)
અલી સૈયરૂ........... મેળે રે ગઈ, અલી સૈયરૂ........ મેળે રે ગઈ.

પાવાના સૂર મીઠા વગડામાં બોલે, પાવાના સૂર મીઠા વગડામાં બોલે,
દલડાની વાત જાણે સૂરમાં એ ઘોળે, દલડાની વાત જાણે સૂરમાં એ ઘોળે. હે હે હે
દલડાની વેદના જગાડે ઓલી સૈયરૂ, દલડાની વેદના જગાડે ઓલી સૈયરૂ.
આ.........આ.......આ...........આ............. મેળે રે ગઈ (2)
અલી સૈયરૂ........... મેળે રે ગઈ, અલી સૈયરૂ........ મેળે રે ગઈ.

મનખાની મહેલાતો મેળે રે માણીએ, મનખાની મહેલાતો મેળે રે માણીએ,
ઝોલે ચડીને દુનિયાને ભાળીએ, ઝોલે ચડીને દુનિયાને ભાળીએ,
હે હે હે
વાલમની વેદના જગાડે ઓલી સૈયરૂ, વાલમની વેદના જગાડે ઓલી સૈયરૂ,
આ.........આ.......આ...........આ............. મેળે રે ગઈ (2)
અલી સૈયરૂ........... મેળે રે ગઈ, અલી સૈયરૂ........ મેળે રે ગઈ. મેળે જઈએ ને રૂડી મોજયું રે લઈએ, મેળે જઈએ ને રૂડી મોજયું રે લઈએ
આ.........આ.......આ...........આ............. મેળે રે ગઈ (2)
અલી સૈયરૂ........... મેળે રે ગઈ, અલી સૈયરૂ........ મેળે રે ગઈ.



Thursday, July 22, 2010

આંબાવાડિયું

કૂહુ..કૂહુ......(4)
વગડે કોયલ બોલતી.......(2)
હે હે વગડે કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ! વગડે કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ!
અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ!

કૂહુ..કૂહુ......(4)
- વગડે....તાજી યાદ.. કૂહુ..કૂહુ......(4)

પાંદડું યે નહિ પેખીયે, એવો ઝૂલતો એનો મો’ર; (2)
કોઈને મોટા મરવા, અને કોઈને છે અંકોર, (2)
ડોલતી ડાળે.................(2). હે હે ડોલતી ડાળે બેસી આપણે, ગજવી ઘેરો નાદ; (2)
અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! (2)
કૂહુ..કૂહુ......(4)
- વગડે....તાજી યાદ.. કૂહુ..કૂહુ......(4)

ઘરનું નાનું આંગણું ગમે, મોકળું મોટું વન; (2) કોઈનો યે રંજાડ નહિ ને ખેલવા મળે દન; (2) હાલિયે ભેરુ..................(2).
હે હે હાલિયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ; (2) અરે હાલને આંબાવાડિયે, હજી પો’રની તાજી યાદ! (2)
કૂહુ..કૂહુ......(4)

હે હે વગડે કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ! (2) અરે હાલને રે ભાઈ હાલને, આવે પો’રની ઘણી યાદ! (2)
કૂહુ..કૂહુ......(8)

રાજેન્દ્ર શાહ

Thursday, July 8, 2010

વર્ષાગીત

આવેરે આવેરે પેલા પવનની પાંખે ચઢી,વીજના ચમકારા કરી,
આવેરે મેહુલીયો આવે, આવે આવેરે મેહુલીયો આવે(2)

ડુંગરાની ધારે મીઠાં ટહુકે રે મોર, ઊંચી ઊંચી ધારાઓમાં એના કલશોર

આવેરે આવેરે........ મેહુલીયો આવે

નદી નાળાંને ઝરણાં સાગર છલકાય, વરસી વરસીને માનવ હૈયા મલકાય

આવેરે આવેરે........ મેહુલીયો આવે

આવરે વરસાદ ઘેબરીયો પરસાદ
ઊની ઊની રોટલીને કારેલાંનું શાક

આવેરે આવેરે........ મેહુલીયો આવે

Monday, July 5, 2010

લીલમલીલા...

લીલમલીલા લીલમલીલા તરૂવર લહેરાય (2) લીલુડી ચુંદડીએ વર્ષા સોહાય (2)

ટપટપટપ ટપકંતા વર્ષાના બિંદુડાં..........આ (2)
ધરતીના નેહે નહાતી વર્ષા.....(2) બોલે બપૈયો, ગામનો ગવૈયો (2)
ઉછળે ઉમંગ, ગાએ ખેડૂ ને બાળ (2)
--લીલમલીલા.......સોહાય(2)


તાલનૃત્યે વર્ષા...ઘડૂલો છલકાવતી..........ઈ (2)
નદીને નાળા તો સરસર વહે.....(2)
દાદુર ડકારે, ચમકે વીજલડી.....(2)
નાચી-કૂદીને સૌના હૈયા હરખાય (2)
 લીલમલીલા.......સોહાય(2)

Friday, July 2, 2010

हे शारदे मां...

हे शारदे मां, हे शारदे मां अज्ञानता से हमें तार दे मां (2)

तु स्वर की देवी है संगीत तुझसे, हर शब्द तेरा है हर गीत तुझसे,
हम है अकेले, हम है अधुरे, तेरी शरण हम,हमे प्यार दे मां
हे शारदे मां......तार दे मां

मुनीओं ने समजी, गुणीओं ने जानी, वेदों की भाषा, पुराणो की बानी,
हम भी तो समझे, हम भी तो जाने,विद्या का हमको अधिकार दे मा
हे शारदे मां......तार दे मां

तु श्वेतवरणी, कमल पे बिराजे, हाथों में वीणा, मुकुट सर पे साजे,
मन से हमारे मिटा दे अंधेरे,हमको उजालों का सॆसार दे मां
हे शारदे मां......तार दे मां

Wednesday, June 30, 2010

Quotes

june 30 2010

એવા ઉછળે આ જિંદગીના મોજાં,

ઈ કો’ક દી ઈદ ને કો’ક દી રોજા

july 1 2010
-->
છે ગરીબોના કૂબામાં તેલ ટીપું ય દોહ્યલું,
ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય

july 2 2010
-->હ્રદયની ભાવનાઓ જો સાચી -->અને પ્રેમભરી હોય તો તેને વ્યક્ત કરવા માધ્યમની જરૂર નથી પડતી, તે સામેવાળાના હ્રદયમાં પોતાનું સ્થાન લઈ જ લે છે. ************

-->
સંસારચક્ર: દુ:ખ પોતાની પાછળ સુખને ખેંચી લાવે છે અને સુખની પાછળ દુ:ખ પણ ખેંચાઈ આવે છે.
-->
તો પછી હર્ષ શેનો અને શોક શેનો?
-->
છતાં બંને થાય જ છે ને?


*************
-->જિંદગીમાં કદી કોઈ વ્યક્તિ એકલી હોતી જ નથી. કોઈની સાથે તેનું કામ તો કોઈની સાથે સંગીત, કોઈની સાથે અન્ય પ્રવૃત્તિ તો વળી, કોઈની સાથે તેની એકલતા તો હોય જ છે.